Skip to content

સામાન્ય રીતે પૂછાતા પ્રશ્ન. પાપડ વિશે

Q1. તમારા પાપડ પ્રીઝર્વેટીવ મુક્ત કેવી રીતે છે?

🅐 જવાબ: અમે દરેક 10 પીસ ખીચીયા પાપડ પેકેટ મા 1 ગ્રામ ફૂડ ગ્રેડ સિલિકા જેલ સેશે અને દરેક 500 ગ્રામ અડદ પાપડ પેકેટ માં 5 ગ્રામ સેશેનો ઉપયોગ કરીએ છીએ જેથી પાપડની શેલ્ફ લાઈફ વધારવા. પ્રીઝર્વેટીવ ની જરૂર પડતી નથી .

Q2. તમારા અડદ પાપડ જાડા અને ઘાટા કલરનાં કેમ હોય છે?

🅐 જવાબ: અમારા અડદ પાપડ ગ્લૂટન-મુક્ત છે (કોઈ પણ મેંદા વગર). અમે શુદ્ધ અડદ દાળનો ઉપયોગ કરીએ છીએ (મેંદા વગર)એટલે પાપડની જાડાઈ અને રંગ અન્ય કંપનીઓ ના પાપડ કરતાં જુદા પડે છે

અડદ પાપડ ખરીદવા માટે

Q3.ચોખા મોરિંગા ખીચીયા પાપડમાં મોરિંગા પાવડર કેટલા ટકા કેટલું છે?

🅐 જવાબ: અમે ચોખા મોરિંગા ખિચિયા પાપડમાં 1% મોરિંગા પત્તાનો પાવડર વાપરીએ છીએ.

Q4. પાપડની શેલ્ફ લાઈફ કેવી રીતે વધારવામાં આવે છે?

🅐 જવાબ: અમે યોગ્ય રીતે સુકવવું અને ભેજશોષક (સીલીકા જેલ સેશે )ના ઉપયોગ થી શેલ્ફ લાઇફ વધારીએ છીએ.

Q5. પાપડનું શ્રેષ્ઠ રીઝલ્ટ મેળવવા માટે શું કરવું જોઈ

🅐 જવાબ: શ્રેષ્ઠ પરિણામ માટે પાપડને માત્ર ☀️ 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં અથવા 🌬️ 60 મિનિટ સુધી પંખા નીચે રાખીને ઉપયોગ કરવો.

Q6. શું ફુડ ગ્રેડ સીલીકા જેલ સેશે નો ખાદ્ય નહિ હોય તેવા ઉપયોગ માટે ફરીથી વાપરી શકાય છે?

🅐 જવાબ: હા, ફૂડ ગ્રેડ સિલિકા જેલ સેશે નો ખાદ્ય નહિ હોય એવા ઉપયોગ માટે સુરક્ષિત રીતે ફરીથી વાપરી શકાય છે — જો નીચેની શરતો પ્રમાણે હોય તો:

✔️ સેચેટ યથાવત્ (કોઈ પણ લીક અગર ફાટ્યા વગર ) હોય તો .
✔️ તેલ, ખોરાકના કણો અથવા ભેજથી પ્રદૂષિત ન થયુ હોય તો 🌫️


🛒 ખાદ્ય સિવાયના સામાન્ય પુનઃઉપયોગ માટેના વિચારો (Silica Gel Sachets):

🔪 રેઝર બ્લેડની આયુ વધારવા
🔧 ટૂલબોક્સ અથવા કાર ની વીંડ શીલ્ડ માં ભેજ અટકાવવા
📱 ભીનો થયેલો ફોન અથવા ઇયરબડ્સ ને સુકવવા
📄 મહત્વપૂર્ણ દસ્તાવેજો અને તસવીરોને ભેજથી બચાવવા
💍 ચાંદીના દાગીના ને સાચવવા ..
🌱 બીજ અથવા સુકાયેલા ફૂલોની લાંબા સમય સુધી સાચવણી


📦 ટિપ: આ સેચેટ્સને એક હવા પ્રવાહવાળા જગ્યા પર રાખીને પુનઃસૂકવી પણ શક્ય છે – જેથી વધુ લાંબો સમય ચાલે!

Q7.પાપડ કેવી રીતે ખાઈ શકાય છે?

🅐 જવાબ:
પાપડને નીચે મુજબ તપાવી અથવા શેકી શકાય છે:

  • 🍳 ડીપ ફ્રાય
  • 🔥 રોસ્ટ
  • 🎛️ માઇક્રોવેવ
  • 🥘 શેલો ફ્રાય
  • 🍲 સ્ટિર ફ્રાય

💡 સૂચન: જો માઇક્રોવેવમાં બંને બાજુ થોડું તેલ લગાવી સેકવા માં આવે તો બહુજ ટેસ્ટફુલ બને છે .


🍽️ પાપડ ના ઉપયોગ થી બનતી નવી નવી રેસીપી

1. 🌶️ મસાલા પાપડ (પાપડ ચાટ)

ઘરઘરમાં બનતી સ્ટ્રીટ સ્ટાઇલ ડિશ!
📝 સામગ્રી:

  • 1-2 તળેલા કે સેકેલા પાપડ
  • કાપેલો કાંદો, ટામેટું, બાફેલા બટાકા
  • 2 ટેબલસ્પૂન નાયલોન સેવ
  • 2 ટેબલસ્પૂન ધાણા ભાજી
  • લીલા મરચી (ઇચ્છિત)
  • ચાટ મસાલો, લાલ મરચું પાવડર
  • લીંબુનો રસ, આમલી અને લીલી ચટણી

👩‍🍳 રીત:
પાપડ તળો અથવા સેકો, તેની ઉપર બધી સામગ્રી મૂકીને તરત સર્વ કરો.


2. 🧀 ચીઝ ખીચીયા પાપડ

ફ્યુઝન પાર્ટી સ્નેક માટે પર્ફેક્ટ!
📝 સામગ્રી:

  • રોસ્ટેડ ખીચીયા પાપડ
  • ગ્રેટ કરેલું ચીઝ
  • મીક્સ બેલ પેપર્સ
  • ઓલિવ્સ/જલાપેનોઝ
  • ઓરેગાનો, ચિલી ફ્લેક્સ
  • પિઝા સોસ કે કેચપ

👩‍🍳 રીત:
પાપડ પર સોસ લગાવો, શાકભાજી અને ચીઝ મૂકો, માઇક્રોવેવમાં 20-30 સેકંડ શેકો. ગરમ સર્વ કરો.


3. પાપડ નાચોઝ

દેસી સ્ટાઇલ નાચોઝ!
📝 સામગ્રી:

  • તળેલા પાપડ ટુકડા
  • ચીઝ સોસ
  • સાલસા / ટામેટા-કાંદાનો મિક્સ
  • દહીં અથવા સાઉર ક્રીમ
  • ઓલિવ્સ, જલાપેનોઝ, ગુઆકામોલ (guacamole)

👩‍🍳 રીત:
ટુકડાઓને પ્લેટમાં ગોઠવો, ચીઝ અને ટૉપીન્ગ મૂકો, તરત સર્વ કરો.


4. 🧈 સરળ બટર મસાલા પાપડ

ઝટપટ અને ટેસ્ટી!
📝 સામગ્રી:

  • રોસ્ટેડ પાપડ
  • બટર અથવા ઘી
  • મસાલા: લાલ મરચું પાવડર, જીરું પાવડર, મીઠું

👩‍🍳 રીત:
પાપડ સેકી બટર મિક્સ લગાવો. દાળ-ચોખા સાથે સર્વ કરો.


🌱 5. જૈન ખીચીયા પાપડ ચાટ (કાંદા, લસણ, બટાકા વીના)

📝 સામગ્રી:

  • રોસ્ટેડ પાપડ
  • ટામેટાં, કાકડી, કાચું કેરી/અનાર
  • લીલી ચટણી (લસણ વિના), આમલી ચટણી
  • ચાટ મસાલો, જીરું પાવડર
  • નાયલોન સેવ, ધાણા ભાજી , લીંબુનો રસ

👩‍🍳 રીત:
બધી સામગ્રી પાપડ પર મૂકીને તરત સર્વ કરો. ✅ જૈન ફ્રેન્ડલી અને ટેસ્ટી!


🌿 6. વીગન ચીઝ પાપડ (ડેરી મુક્ત)

📝 સામગ્રી:

  • રોસ્ટેડ પાપડ
  • વેગન ચીઝ
  • બેલ પેપર, ઓલિવ્સ, કાંદો
  • વેગન પિઝા સોસ
  • ઓરેગાનો, ચિલી ફ્લેક્સ

👩‍🍳 રીત:
પાપડ પર સોસ અને ચીઝ મૂકીને માઇક્રોવેવ કરો. ગરમ ગરમ સર્વ કરો. ✅ પ્લાન્ટ-બેઝ્ડ મજા!


🥗 7. ડાયટ ફ્રેન્ડલી પાપડ સલાડ (Low-Calorie, Gluten-Free)

📝 સામગ્રી:

  • રોસ્ટેડ પાપડ
  • કાકડી, ટામેટાં, શિમલા મિર્ચ
  • સ્પ્રાઉટેડ મૂંગ
  • લીંબુનો રસ
  • પિંક સોલ્ટ / બ્લેક સોલ્ટ
  • ચિલી ફ્લેક્સ (ઓપ્શનલ)

👩‍🍳 રીત:
બધી સામગ્રી મિક્સ કરો અને પાપડ પર મૂકો. તરત સર્વ કરો. ✅ હેલ્ધી અને ક્રિસ્પી!